પાક નુકસાન સહાય માટે કેવી રીતે અરજી કરવી ? ક્યા ડોક્યુમેન્ટ જોઈએ અને સહાય ક્યારે મળશે
પાક નુકસાન સહાય માટે કેવી રીતે અરજી કરવી ? ક્યા ડોક્યુમેન્ટ જોઈએ અને સહાય ક્યારે મળશે
ગત ઓક્ટોમ્બર 2025 માં કમોસમી વરસાદ નાં કારણે ખેડૂતોને નુકસાન થયું હતું જેના અનુસંધાને ગુજરાત સરકારે રાહત પેકેજ ની જાહેરાત કરી છે
પાક નુકશાન સહાય ના ઓનલાઇન ફોર્મ 14 નવેમ્બર થી ચાલુ થશે અને તે પછી ના પંદર દિવસ સુધી માં તમારે ફોર્મ ભરી દેવાના રહેશે
પાક નુકશાન માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
(૧) 7-12-8A
(૨) વાવેતર નો દાખલો (મંત્રી પાસેથી)
(૩) બેંક પાસબુક
(૪) મોબાઇલ નંબર
(૫) ખાતા માં એક થી વધારે નામ હોઈ તો સંમતિ પત્ર લાવવું (કોઈ પણ એક જ ખેડૂત ને લાભ મળશે)
બધાની ઝેરોક્ષ જોશે
પાક નુકસાન સહાયની રકમ કેટલી મળે છે?
આ બાબતમાં ઘણી વાર ભૂલફાર ફેલાતી હોય છે. પણ હકીકત ખૂબ સ્પષ્ટ છે:
પ્રતિ હેક્ટર ₹22,000 સહાય મળશે
મહત્તમ 2 હેક્ટર સુધી સહાય
એટલે કે કુલ ₹44,000 સુધી સહાય મળી શકે
રકમ સીધું જ DBT દ્વારા તમારા બેંક ખાતામાં જમા થશે
અરજી ક્યારે કરવી? સમય ચૂકી ન જશો
ખેડૂત મિત્રો, સમય અહીં ખૂબ મહત્વનો છે.
સરકારે સમયખંડ સ્પષ્ટ આપ્યો છે:
ઓનલાઇન અરજી 14 નવેમ્બર 2025, બપોરે 12 વાગ્યાથી શરૂ
છેલ્લી તારીખ – 15 દિવસની અંદર
