Smartphone Sahay Yojana 2025: ખેડૂતો માટે સુપર તક, ₹6,000 સહાય સાથે સ્માર્ટફોન મેળવો, I-Khedut Portal પર આજે જ Apply કરો!
Saturday, September 20, 2025
Smartphone Sahay Yojana 2025: ખેડૂતો માટે સુપર તક, ₹6,000 સહાય સાથે સ્માર્ટફોન મેળવો, I-Khedut Portal પર આજે જ Apply કરો!
ગુજરાત સરકાર ખેડૂતોને ડિજિટલ યુગ સાથે જોડવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકે છે. એ જ શ્રેણીમાં છે Smartphone Sahay Yojana 2025, જેના અંતર્ગત ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે સીધી આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના ખેડૂતોને કૃષિ સંબંધિત નવીન ટેક્નોલોજી, બજારના ભાવ અને હવામાનની માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો મુખ્ય હેતુ ધરાવે છે.
યોજનાના મુખ્ય લાભો
- આ યોજના હેઠળ ખેડૂતોએ સ્માર્ટફોન ખરીદવા માટે સરકાર તરફથી સહાય મળશે.
- સ્માર્ટફોન ખરીદ પર કુલ કિંમતનો 40% અથવા મહત્તમ ₹6,000 સુધીની સહાય આપવામાં આવશે.
- સહાય માત્ર એક વખત મળશે.
- સ્માર્ટફોનની કિંમત સામાન્ય રીતે ₹15,000 સુધી માન્ય રહેશે.
- ખેડૂતોને સ્માર્ટફોનથી હવામાન આગાહી, પાક સંરક્ષણ, ખાતર-દવાઓની માહિતી અને સરકારની યોજનાઓ સુધી સરળ પહોંચ મળશે.
પાત્રતા માપદંડ
- અરજદાર ગુજરાત રાજ્યનો ખેતિયાત ખેડૂત હોવો જોઈએ.
- ખેડૂત પાસે આધાર કાર્ડ, ખેતિયાત દસ્તાવેજો અને બેંક ખાતાની વિગતો હોવી ફરજિયાત છે.
- સહાય ફક્ત સ્માર્ટફોન માટે છે, ચાર્જર અથવા અન્ય એસેસરીઝ માટે નહીં.
- એક ખેડૂતને એક વખત જ સહાયનો લાભ મળશે.
કેવી રીતે કરશો અરજી?
- સૌપ્રથમ i-Khedut પોર્ટલ પર જાઓ.
- ત્યાં “Smartphone Sahay Yojana 2025”ના અરજી ફોર્મ પર ક્લિક કરો.
- જરૂરી માહિતી જેવી કે નામ, સરનામું, ખેતિયાત વિગતો, બેંક ખાતાની માહિતી અને મોબાઇલ નંબર દાખલ કરો.
- આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજો અને બેંક પાસબુકની નકલ અપલોડ કરો.
- સ્માર્ટફોન ખરીદી બાદ બિલ અને ફોનનો IMEI નંબર રજૂ કરવો ફરજિયાત છે.
- અરજી સબમિટ કર્યા પછી સ્ક્રીન પર મળેલ અરજી નંબર સાચવી રાખો.
ખેડૂતોને મળશે ડિજિટલ સશક્તિકરણ
આ યોજનાથી ખેડૂતોને તેમના પાક વિશેની માહિતી, બજારના ભાવ અને હવામાન આગાહીઓ ફોનમાં જ મળશે. તેનાં પરિણામે ખેડૂતો વધુ સચોટ નિર્ણય લઈ શકશે અને પાક ઉત્પાદન સુધારી શકશે. આ સાથે જ ખેડૂતો ડિજિટલ પ્લેટફોર્મ પર સરકારની અન્ય યોજનાઓનો પણ લાભ સરળતાથી લઈ શકશે.
