ખેડૂતો માટે ખુશખબર! તબેલો અને પશુપાલન માટે મળશે 12 લાખ સુધીની સહાય
Friday, September 19, 2025
ખેડૂતો માટે ખુશખબર! તબેલો અને પશુપાલન માટે મળશે 12 લાખ સુધીની સહાય
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. તેમા તબેલો, શેડ તેમજ પશુપાલન માટેની લોન યોજના ખેડૂતો અને પશુપાલકો માટે આશીર્વાદ સમાન છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક તબેલા બનાવવામાં, પશુઓની સારસંભાળમાં તથા દૂધ ઉત્પાદન વધારવામાં સહાય કરવો છે.
તબેલો લોન યોજના
આ યોજનાનો લાભ 18 થી 55 વર્ષની ઉંમરના લોકો લઈ શકે છે.
આવક મર્યાદા (ગ્રામ્ય વિસ્તાર): ₹3,12,000 સુધી
આવક મર્યાદા (શહેરી વિસ્તાર): ₹3,50,000 સુધી
લોનની રકમ: ₹4,00,000 સુધી મળી શકે છે
અરજી કરવા માટે: adijatinigam.gujarat.gov.in વેબસાઈટ પર જવું પડશે.આ યોજના હેઠળ ખેડૂતોને તેમના દૂધના પશુઓ માટે પાયો પકડવા અને સાચવવા માટે પક્તા તબેલા અથવા શેડ બનાવવામાં સહાય મળે છે. મજબૂત તબેલો હોવાથી પશુઓને આરોગ્યપ્રદ વાતાવરણ મળે છે, જેના કારણે દૂધની ગુણવત્તા અને ઉત્પાદન બંનેમાં વધારો થાય છે.
પશુપાલન સહાય યોજના
આ યોજના ખાસ કરીને પશુપાલન સાથે સીધી રીતે સંકળાયેલા લોકો માટે છે.
લાભાર્થી પાત્રતા: ઓછામાં ઓછા 10 પશુ ધરાવતા પશુપાલકો
લોન/સહાય રકમ: ₹12 લાખ સુધી
ઉદ્દેશ્ય: પશુપાલકોને વધુ મોટા પાયે તબેલો બનાવવા તથા પશુપાલનના કારોબારમાં મદદરૂપ થવું.
અરજી પ્રક્રિયા: તાલુકા પંચાયત કચેરી મારફતે અરજી કરી શકાય છે.
યોજનાનો લાભ કોને ?
દૂધ ઉત્પાદકો
તબેલો બનાવવા ઈચ્છુક ખેડૂતો
10 કે તેથી વધુ પશુ ધરાવતા પશુપાલકોગ્રામીણ તેમજ શહેરી વિસ્તારના ખેડૂતો, જેમની આવક મર્યાદા નિર્ધારિત છે.
યોજનાના ફાયદા
- આધુનિક તબેલા બનાવી શકાશે
- પશુઓ માટે સ્વચ્છ અને આરોગ્યપ્રદ પરિસ્થિતિ ઉપલબ્ધ થશે
- દૂધ ઉત્પાદન ક્ષમતા વધશે
- ખેડૂતો અને પશુપાલકોને આર્થિક મજબૂતી મળશે
- સરકારની સહાયથી ઓછા વ્યાજે લોન ઉપલબ્ધ થશે
આ માહિતી વધારેમાં વધારે શેર કરો જેથી લોકો આ યોજનાનો લાભ લઈ શકે.
