ગાય નિભાવ ખર્ચ યોજના ગુજરાત : ખેડૂતને દર વર્ષે ₹10,800 ની સહાય!
ગાય નિભાવ ખર્ચ યોજના ગુજરાત : ખેડૂતને દર વર્ષે ₹10,800 ની સહાય!
Gay nibhav kharch yojana gujarat: આજના સમયમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો અતિરેક ઉપયોગ થવાથી ખેતીમાં કુદરતી પદ્ધતિઓની જરૂરિયાત વધી રહી છે. ગુજરાત સરકાર ખેડુતોને દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે ખાસ યોજના લઈને આવી છે. આ યોજનામાં ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ તરીકે નાણાકીય સહાય આપવામાં આવશે.
યોજનાની મુખ્ય બાબતો
અરજી કરવાની તારીખ : 08/09/2025 થી 17/09/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાય છે.
લાભાર્થી : જે ખેડૂત કુટુંબ દેશી ગાય આધારિત કુદરતી ખેતી કરે છે તે.
સહાય રકમ : દર મહિને ₹900, વર્ષમાં કુલ ₹10,800 સુધીની સહાય મળશે.
મુખ્ય હેતુ : ખેડુતોને રાસાયણિક મુક્ત ખેતી કરવા પ્રોત્સાહિત કરવો અને કુદરતી ખેતીમાં દેશી ગાયના મહત્વને વધારવું.
જરૂરી દસ્તાવેજો
- ખેડૂત કુટુંબને અરજી સાથે નીચેના દસ્તાવેજો જોડવાના રહેશે –
- બેંક પાસબુક અથવા કેન્સલ ચેક
- આધાર કાર્ડ
- 7/12 અને 8-અ ની નકલ
- સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતિ પત્રક
સહાય કેવી રીતે મળશે ?
પાત્ર ખેડુતોને સીધી તેમના બેંક ખાતામાં સહાયની રકમ જમા થશે. આથી ગાયના નિભાવ ખર્ચમાં મદદ મળશે અને ખેડૂતને કુદરતી ખેતી માટે હિંમત મળશે.
